Posts

Showing posts from January, 2020

Common Problems With Hormonal Imbalances Vomiting In Pregnancy

  પ્રેગ્નન્સીમાં ઊલટી હૉર્મોનલ ઇમ્બૅલૅન્સથી થતી સામાન્ય સમસ્યા  ૯૦ ટકા પ્રેગ્નન્ટ સ્ત્રીઓને પ્રેગ્નન્સીની શરૂઆતમાં ૩-૪ અઠવાડિયાંથી શરૂ કરીને ૧૩-૧૪ અઠવાડિયાં સુધી ઊલટી કે ઊબકાની તકલીફ રહે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં એ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ઘણી સ્ત્રીઓને આ તકલીફ નવ મહિના સુધી લંબાતી પણ હોય છે. આજે આપણે જાણીએ આ પ્રૉબ્લેમ્સથી બચવા વિશેના કેટલાક ઘરેલુ ઉપચાર. પ્રેગ્નન્સી એક સ્ત્રી માટે જીવનભર યાદ રહી જતો અદ્ભુત અનુભવ છે, પરંતુ એની શરૂઆત એવી હોય છે કે સ્ત્રીને આવનારી મુશ્કેલીઓનો અંદાજ આપી જતી હોય છે. આજના સમયમાં ઘેરબેઠાં પ્રેગ્નન્સી-ટેસ્ટ કરીને સરળતાથી જાણી શકાય છે કે સ્ત્રી પ્રેગ્નન્ટ છે કે નહીં, પરંતુ એક સમય એવો હતો જ્યારે સ્ત્રીને ઊલટીઓ શરૂ થતી અને લોકો સમજી જતા કે ખુશીના સમાચાર છે. ઊલટી આવે, ઊબકા આવે, કોઈ જાતની ગંધ સહન ન થાય, કોઈ પણ અલગ ગંધ આવે એટલે તરત જ ઊલટી થઈ જાય. ઘણી સ્ત્રીઓની હાલત તો એવી થઈ જાય કે કંઈ ખાઈ-પી પણ ન શકાય, પાણી પીએ એ પણ ઊલટી વાટે બહાર નીકળી જાય અને હાલત ખૂબ ખરાબ થઈ જાય. સ્ત્રીને ઊલટી થાય એટલે તે પ્રેગ્નન્ટ હોય એ વસ્તુ પહેલાંના સમયમાં એટલા માટે એક ચિ...